અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ જગ્યાએથી મનુષ્યના અંગો મળી આવ્યા હતા. એક જ સરખી પોલિથીન બેગમાં આ ટુકડાઓ મળતા અલગ અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. અમદાવાદમાં હાહાકાર મચાવતા આ મર્ડર મિસ્ટ્રીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પિતાએ જ પોતાના દીકરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનામાં મહત્ત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં એક સિનિયર સિટીઝન એર પોલિથીન બેગમાં મનુષ્ય અંગો સીડીમાંથી ઉતારતા અને એક્ટિવા પર લઈ જતા દેખાય છે.

થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરમાં વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. જે બાદ અમદાવાદના લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ આ કોની ધડ છે, તે શોધવા પ્રયાસ કરી રહી હતી. તેને ગણતરીના કલાકો થયા તેટલામાં અમદાવાદના પોશ ગણાતા લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલિથીન બેગમાં લાશના ટુકડાં ફેંકવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં આંબાવાડી પાસેના એક મકાનના સીસીટીવીમાં એક વૃદ્ધ દેખાઈ રહ્યા છે. શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું માનવામાં આવે છે. તે પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુને લઈ જતા સીડી ઉતરતાં દેખાય છે. ત્યારબાદ તે એક્ટિવા પર બેગમાં લઈને જતાં દેખાય છે. પરંતુ આ અંગો કોના હતા અને કેમ આ પ્રકારે હત્યા કરવામાં આવી તેની પાછળનું કારણ જાણવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રયાસ શરૂ કર્યા છે

પોલીસને તપાસ કરતા એક્ટિવાના નંબરના આધારે સરનામું રાયપુરની સાંકડી શેરી પાસેનું જાણવા મળ્યું હતું. પોલીસ એક્ટિવાના માલિકના ત્યાં પહોંચી તો તેમણે જણાવ્યું કે, મેં તો એક્ટિવા વેચી દીધું છે, તેઓ આંબાવાડી ખાતે રહે છે. આથી પોલીસ જે વ્યક્તિને એક્ટિવા વેચ્યું હતું તેના ઘરે પહોંચી, જોકે ઘરની બહાર તાળું હોવાથી પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. ત્યારે ઘરમાંથી લોહીના ડાઘા તેમજ હથિયારો પણ જોવા મળ્યાં હતા.

આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આંબાવાડી સ્થિત આ મકાનમાં એક 25 વર્ષનો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. પુત્ર છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યો નથી. ત્યાં જ હાલમાં પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હાલ પિતાની ધરપકડ કરી લીધી છે.