રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. 25 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યાં જ 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે કાંકરેજ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે, જે અનુસાર, 23 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજમાં સૌથ વધારે 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કઠલાલ, મહુધા અને વસોમાં 2.5 થી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં ખેડાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહેમદાવાદમાં અને માતરમાં 1થી 1.45 ઈંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપડવંજમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જે અનુસાર, છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો કઠલાલ – 72 mm. કપડવંજ 95 mm, ખેડા- 12 mm, નડિયાદ – 51 mm, મહુધા- 61 mm, મહેમદાવાદ – mm, માતર- mm, વસો – 75 mm વરસાદ પડ્યો છે.