ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં કેમિયો કરવા બદલ કોઈ ફી લીધી નથી. આ જાણીને હું અભિભૂત થઈ ગયો કારણકે માત્ર અમારી મિત્રતાને લીધે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવા માટે હા પાડી દીધી. તેમજ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરવા માટે કોઈ ફી નહીં લે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આનંદ પંડિતના પ્રોડક્શન હેઠળ બની રહેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં અમિતાભ બચ્ચન એક્ટિંગ કરતા જોવા મળશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રોડ્યુસરે જણાવ્યું કે, ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓ આ ફિલ્મ કરશે. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.

જ્યારે અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરશે તે જાણીને હું આશ્ચર્ય પામી ગયો હતો. તેમણે કહ્યું કે, જ્યારે હું ‘ફક્ત મહિલાઓ માટે’ નામની આ ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે તેની સ્ક્રિપ્ટ લઈને અમિતાભ બચ્ચન પાસે ગયો હતો. અમિતાભ બચ્ચન સુપરસ્ટાર છે અને મેં તેઓને ગુજરાતી ફિલ્મમાં કેમિયો રોલ વિશે જણાવ્યું. ત્યારે તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવાની હા પાડી દીધી.

આનંદ પંડિતે વધુમાં જણાવ્યું કે તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો કરવા બદલ કોઈ ફી લીધી નથી. આ જાણીને હું અભિભૂત થઈ ગયો કારણકે માત્ર અમારી મિત્રતાને લીધે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવા માટે હા પાડી દીધી. તેમજ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરવા માટે કોઈ ફી નહીં લે. તેમણે આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો સાથે પરફોર્મ કર્યું છે.

ફિલ્મમાં લેજન્ડ સાથે શૂટિંગ કરવાના અનુભવ વિશે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું હતું કે, ‘આપણે સૌ ઓનસ્ક્રીન તેમની પર્સનાલિટી અને ઓફસ્ક્રીન તેઓ પોતાને જે રીતે સંભાળે છે તે જોઈને મોટા થયા છીએ. તેમની સાથે સીન શૂટ કરવા તે અદ્દભુત લાગણી હતી. તેમની પર્સનાલિટી એટલી ચાર્મિંગ છે કે તમે તેમનાથી પ્રભાવિત થઈ જાઓ છો. મારા શોટ વખતે મેં જ્યારે તેમની આંખમાં જોયું ત્યારે બધું જ ભૂલી ગયો હતો. તે મારા માટે એક અદ્દભુત ક્ષણ હતી’. એક્ટરે કહ્યું હતું કે, તેમના જેવા લેજન્ડનું સેટ પર હોવું તે લોકોનો નર્વસ કરી દે છે, તો બીજી તરફ બિગ બીએ શૂટિંગ દરમિયાન ખૂબ મજા કરી હતી. ‘શૂટ પર તે ફન ડે હતો. સર ખૂબ જ સારા મૂડમાં હતા અને શોટ્સની વચ્ચે અમને જોક્સ કહેતા રહેતા હતા. અમે ઘણી મસ્તી કરી હતી. આ મારા જીવનનો યાદગાર દિવસ રહેશે’, તેમ યશ સોનીએ ઉમેર્યું હતું.

આટલા મોટા સ્ટારને ફિલ્મમાં કાસ્ટ કરવા તે સરળ વાત નહીં હોય. વિશાલ શાહ, જેઓ ફિલ્મ સાથે નજીક સંકળાયેલા છે તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે અમે કેમિયો માટે અમિતાભ સરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી. તેમને ફિલ્મનો કોન્સેપ્ટ ગમ્યો હતો અને તેમની હાજરી અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રી માટે પણ મહત્વનું રહેશે અને તે ઢોલીવુડ પ્રત્યેનું ધ્યાન ખેંચશે’.